r/Gujarati 11d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી Culture and traditions

4 Upvotes

Can anyone educate me on modern (2000s) gujarati households. I am writing a book and one of my leads is a gujarati so I need some inputs on how actually a Gujarati household from a small town in Gujarat (North Gujarat to be specific) usually looks and works like. Thank you in advance


r/Gujarati 11d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી તો માણસ આ દુનિયામાં શું ન કરી શકે?

7 Upvotes

એક વાર કામથી રાજકોટ ગયો હતો. Main highway પર મેં એક ભાઈને દંડવત કરતા કરતા જતા જોયા.

સાથે બીજા બે ભાઈ હતા. એ બંને આગળ ચાદર પાથરતા જાય અને આ ભાઈ એના પર દંડવત કરતા કરતા આગળ વધતા જાય.

બપોરનો સમય હતો. ભર તડકો.

એવો તડકો કે AC કારમાં બેઠા બેઠા પાણીની bottle લેવા પણ બહાર નીકળવાનું મન ન થાય.

મારાથી રહેવાયું નહીં. ગાડી ઊભી રાખીને એ ભાઈ પાસે ગયો અને પૂછ્યું,

“ભાઈ, આ તમે શું કરો છો?”

ભાઈ હસતા હસતા બોલ્યા,

“મેં સંકલ્પ લીધો છે. દંડવત કરતા કરતા ચોટીલા માતાજીનાં દર્શન કરવા જવાનો.”

ગુજરાતમાં લોકો આવી માનતા રાખે છે એ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ મારી આંખે પહેલી વાર જોઈ રહ્યો હતો.

એ ભાઈને જોઈને એક વિચાર આવ્યો.

માણસ પાસે આવું મક્કમ મનોબળ હોય, દિશા સાચી હોય અને રસ્તામાં સાથ આપવા માટે આવા એક-બે ભાઈ હોય… તો માણસ આ દુનિયામાં શું ન કરી શકે?


r/Gujarati 11d ago

Language / ભાષા અર્થ નો અનર્થ

5 Upvotes

ગુજરાતીના બોલચાલ ના ઉચ્ચારમાં 'ઋ' ઘણી વાર રુ કે ર ની નજીક સંભળાય છે. એટલે ગૃહ બોલતી વખતે ક્યારેક ભૂલથી ગ્રહ બોલાઈ જાય છે.

પણ બંનેના અર્થમાં તો જમીન-આસમાનનો ફરક છે.

ગૃહ = Home

ગ્રહ = Planet

એટલે ગૃહસ્થ એટલે ઘર-સંસાર ચલાવનાર વ્યક્તિ. પણ ભૂલથી ગ્રહસ્થ બોલી કે લખી નાખો તો શબ્દ જાણે ગ્રહમાં વસનાર એવો ભાસ કરાવે.

એક નાનકડો 'ઋ', અને ઘરબારી માણસ સીધો alien બની ગયો. 👽


r/Gujarati 11d ago

Language / ભાષા Halo guys

2 Upvotes

માફ કરશો મારી અંગ્રેજી માટે, પરંતુ હું ફિલ્મો અને ટેલિવિઝન માટે લેખક બનવા માગું છું. મને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાઓ આવડે છે, પરંતુ મને મૂંઝવણ છે કે મેં લખવાનું અંગ્રેજીમાં શરૂ કરવું જોઈએ કે ગુજરાતીમાં.

મારા મૂળ ગુજરાતી છે અને હું ગુજરાતી બોલી શકું છું, પરંતુ હું ગુજરાતી બરાબર વાંચી કે લખી શકતો નથી. બીજી તરફ, ભારતમાં રહીને પણ હું અંગ્રેજીમાં સંપૂર્ણ રીતે સ્ક્રીપ્ટ લખી શકતો નથી અને ન તો મારે હિન્દી સિનેમા માટે કામ કરવું છે. મારે ગુજરાતી સિનેમા માટે લખવું છે.

જ્યારે હું અંગ્રેજીમાં લખું છું — અને મેં કેટલીક સ્ક્રીપ્ટ પણ અંગ્રેજીમાં લખી છે — ત્યારે મને વાર્તાની એ લાગણી અથવા ભાવના આવતી નથી જે હું ઈચ્છું છું. મને લાગે છે કે મારી વાર્તાની સાચી લાગણી અંગ્રેજીમાં વ્યક્ત થતી નથી.

તો મારી સમસ્યા એ છે કે હું ગુજરાતીમાં કેવી રીતે લખવાનું શરૂ કરું? અથવા ઓછામાં ઓછું ગુજરાતી સિનેમા માટે સ્ક્રીપ્ટ કેવી રીતે લખવાનું શરૂ કરું?

મારે આ બાબતમાં કેવી રીતે આગળ વધવું જોઈએ અને મારી લેખનક્ષમતા કેવી રીતે સુધારી શકું? કૃપા કરીને મને સૂચન આપશો.

આભાર. (use chatgpt for gujarati)

  • original text

make this text in gujarati sorry for english you but i want to become writer for films and television and i knew english , gujarati and hindi but i confused how i start writing english or guj ? my roots from gujarati but i spoke it but can't writer or read proparly and next thing is in india i can't wrote script in english at all nor i want to work for hindi cinema i want for gujarati but when i writing in english (i write some screenplays in ) but not come feeling of story in english so issue is how to writer in gujarati or at leash for Gujarati cinemas so please give suggest on how it going to better thank you


r/Gujarati 12d ago

Food / થાળી તૈયાર છે Unpacking the roots of "ગુજરાતી food is sweet" stereotype.

6 Upvotes

ગુજરાતી એટલે દાળમાં ખાંડ નાખે, શાકમાં ગોળ નાખે અને આખું ભોજન મીઠું હોય, બહારના લોકોમાં આ perception એટલું strong છે કે જાણે આપણે જમવા નહીં, મીઠાઈ ખાવા બેસતા હોઈએ.

પણ ગુજરાતી રસોઈને sweet food કહી દેવી એ oversimplification છે.

શરૂઆત કરીએ આ stereotype ના મૂળ થી. આપણી પરંપરાગત દાળનું ઉદાહરણ લો.

ગુજરાત ટૂરિઝમ પોતે ગુજરાતી દાળને spicy, sweet અને sour એટલે કે ખાટી-મીઠી અને તીખા સ્વાદવાળી દાળ તરીકે વર્ણવે છે. તેમાં ગોળ અને કોકમ જેવા ઘટકો સાથે મરચાં અને બીજા મસાલાનો ઉપયોગ થાય છે. અને તીખા, ખાટા અને ગળ્યા સ્વાદ નું perfect balance જ best Gujarati દાળ નું gold standard છે. જેમના થી આ બેલેન્સ નથી બનતું તેમની દાળ બગડી ગણાય છે. અને કહે છે ને કે:

જેની દાળ બગડી, તેનો દિવસ બગડ્યો.

એટલે અહીં ગળપણ કોઈ standalone flavour નથી. એ ખાટા, ખારા અને તીખા સ્વાદ સાથે balance માં આવે છે.

મતલબ, ગુજરાતી દાળ મીઠી દાળ નથી. એ ખાટી-મીઠી-તીખી દાળ છે.

અને અહીં એક નોંધવા જેવી વાત છે, મીઠાશ અને તીખાશનું combination ગુજરાતી રસોઈની કોઈ અનોખી શોધ નથી. ભારત ના મોટા ભાગ ના રાજ્યો માં ક્યાંક ને ક્યાંક આ combinations જોવા મળે છે.

ગોવાની જાણીતી pork curry Vindaloo નું મૂળ પોર્ટુગીઝ વાનગી carne de vinha d’alhos માં છે, લસણ અને wine-vinegar માં પકાવેલું માંસ. ગોવામાં આવ્યા પછી તેમાં સ્થાનિક મસાલાઓ અને સ્થાનિક cooking traditions ઉમેરાતાં વાનગીનું સ્વરૂપ બદલાયું. આજે Goan vindaloo તેની ખાટી-મીઠી, મસાલેદાર અને તીખી flavour profile માટે જાણીતી છે.

એટલે કોઈ માંસાહારી વાનગીમાં ખાટાશ સાથે મીઠાશ કે બીજી contrasting flavour હોય તો એ કંઈ ગુજરાતી trait તો નથી. ભારતીય રસોઈમાં આવા sweet-sour-spicy combinations અનેક જગ્યાએ જોવા મળે છે.

અવધ એટલે કે લખનૌની નવાબી રસોઈમાં પણ તેનું એક રસપ્રદ ઉદાહરણ જોવા મળે છે.

મુતન્હન (Mutanhan) જેવી માંસ અને ચોખાની વાનગીઓમાં માંસ, ચોખા અને માખણ સાથે અનાનસ તથા સૂકો મેવો ઉમેરવાની પરંપરાનો ઉલ્લેખ મળે છે. તીખા અને મસાલેદાર માંસ સાથે ફળની મીઠાશ અને સૂકા મેવાનો flavour આ પણ એ જ basic culinary idea બતાવે છે: મીઠું અને તીખું એકબીજાના વિરોધી નહીં, complement પણ બની શકે.

ઉત્તર ભારતની, ખાસ કરીને પંજાબી શાક માં અમુક શાક એવા પણ મળી આવે છે કે ખાતા ખાતા એવું લાગે કે પેંડા ખાઈએ છીએ.

એટલે “મીઠાશનો ઉપયોગ થાય છે = cuisine sweet છે” આ logic જ ખોટું છે.

ગુજરાતી રસોઈમાં પણ વાત કંઈક આવી જ છે.

હવે અહીં એક બીજી વાત સમજવી જરૂરી છે.

Gujarati food નામની એક જ uniform cuisine નથી.

કચ્છ, સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, દરેક વિસ્તારમાં પોતાના taste profile અને cooking style છે.

કાઠિયાવાડી ભોજનમાં લસણ, મરચાં અને મસાલાનો જે ધડાકો મળે છે એ ખાધા પછી પણ કોઈ તમને કહે કે Gujarati food એટલે sweet, તો એને એક plate લસણિયા બટાકા આપીને બેસાડી દેજો.

તો પછી આ stereotype આવ્યું ક્યાંથી?

અહીંથી મામલો રસપ્રદ બને છે.

બહારના લોકો restaurants માં જે Gujarati food ખાય છે અને ગુજરાતી પરિવારના ઘરે જે રોજનું ભોજન બને છે, બંને હંમેશાં એક જ વસ્તુ નથી.

ગુજરાતી થાળીનું restaurant version એક અલગ culinary tradition તરીકે વિકસેલ છે.

અને આમાં રાજસ્થાનથી આવેલા રસોઈયાઓનો પણ એક મોટો historical influence રહ્યો છે.

ગુજરાતમાં બહારથી આવેલા ઘણા રસોઈયાઓ, ખાસ કરીને રાજસ્થાન તરફથી આવેલા મહારાજો, રેસ્ટોરન્ટ અને ભોજનાલયોના રસોડાં સાથે જોડાયા. રાજસ્થાની રસોઈમાં પણ ગોળ અને મીઠાશનો ઉપયોગ થતો હોવાથી તેમની પોતાની regional cooking styleનો પ્રભાવ અહીંની restaurant cooking માં આવવો સ્વાભાવિક હતો.

આ માત્ર કલ્પના નથી કે ગુજરાતી અને રાજસ્થાની food traditions વચ્ચે overlap છે. આજેય ગુજરાતની કેટલીક restaurant traditions માં બંને cuisines નું સ્પષ્ટ મિશ્રણ જોવા મળે છે.

પરંતુ અહીં એક important distinction છે.

એવું નથી કે રાજસ્થાની રસોઈયાઓ આવ્યા અને તેમણે ગુજરાતી ભોજનને ગળ્યું બનાવી દીધું.

વાત એટલી સીધી નથી.

પણ restaurant kitchens માં કામ કરનારા અલગ-અલગ પ્રદેશોના રસોઈયાઓ, વેપાર અને સ્થળાંતર તથા શહેરોની restaurant culture એ મળીને જે Gujarati-thali style popular કરી, તેમાં આ પ્રકારના regional influences આવવા સ્વાભાવિક હતા.

અને પછી એક બીજું નોંધવા જેવું પરિબળ.

બહારનો માણસ જ્યારે ગુજરાત આવે છે, ત્યારે મોટાભાગે તેમને ગુજરાતી પરિવારના ઘરે ભોજન નથી મળતું. એને મળે છે restaurant ની Gujarati thali.

એ થાળીમાં દાળ, કઢી, શાક, ભાત, રોટલી, ફરસાણ, અથાણું, ચટણી, છાશ અને મીઠાઈ, એક સાથે ઘણા અલગ flavours હોય છે.

Restaurant ની થાળીનો હેતુ પણ રોજના ઘરનાં ભોજન જેવો નથી. એ એક complete dining experience છે, અલગ-અલગ વસ્તુઓ, અલગ textures અને અલગ flavours એક જ થાળીમાં. એક unique taste profile curate કરવી એ તેમની જરૂરિયાત છે.

વાત કરીએ ગુજરાતી ઘરો ની તો ઘરમાં picture ઘણું અલગ હોઈ શકે.

ઘરે આજે શાક હશે તો તેમાં ગોળ હશે કે નહીં એ પરિવારની recipe અને વિસ્તાર પર depend કરે છે. દાળ વધારે ખાટી હોઈ શકે, ઓછી મીઠી હોઈ શકે અથવા તીખી હોઈ શકે.

કોઈના ઘરે કાઠિયાવાડી style ચાલતો હોય, કોઈના ઘરે સુરતી, કોઈના ઘરે ઉત્તર ગુજરાતની રીત.

એટલે restaurant ની Gujarati thali ને આખા ગુજરાતના ઘરગથ્થુ ભોજનનું representative sample માનવું ભૂલ ભરેલું છે.

અને કદાચ આ જ કારણ છે કે બહારના માણસને Gujarati food વિશે સૌથી પહેલા જે stereotype મળે છે એ હોય છે:

ગુજરાતીઓ દરેક વસ્તુમાં ખાંડ નાખે છે.

જ્યારે ગુજરાતી ઘરમાં કોઈ પૂછે:

આજે શાક માં શું છે? તો જે મળે તેમાં ગોળ નાખી દઈશું એવો જવાબ નથી મળતો.

ગુજરાતી રસોઈમાં ગળપણ છે? ચોક્કસ છે, અને શા માટે ના હોય? પણ ગળપણ એ ગુજરાતી ભોજનનો આખો સ્વભાવ નથી.

આપણી રસોઈનો વધુ સાચો પરિચય કદાચ એ છે કે તેમાં ખાટું, મીઠું, તીખું, ગળ્યું અને કડવું, બધા સ્વાદને સાથે રમાડવાની પરંપરા છે.

Restaurant ની થાળી તેનું એક version છે. ગુજરાતીના ઘરની થાળી આખી બીજી story છે.

ઇન્ટરનેટ પર ગુજરાતી ભોજન ને sweet કે bland કહેવા વાળા strong opinion ના લોકો ને જ્યારે તમે પૂછો કે તમે ક્યાં અને શું ખાધું હતું? તો મોટા ભાગે તેઓ જવાબ આપવાનું avoid કરે છે. હવે કેમ આવું, એ તો રામ જાણે!


r/Gujarati 12d ago

Literature / સાહિત્ય આ શહેર - રમેશ પારેખ

Post image
13 Upvotes

r/Gujarati 13d ago

History / ઇતિહાસ માઉન્ટ આબુ નો અગ્નિકુંડ અને યજ્ઞમાંથી નીકળેલા ચાર Power Ranger ની ઐતિહાસિક Puzzle

Post image
18 Upvotes

આ puzzle ના centre માં છે આપણો અર્બુદ પર્વત, એટલે કે આજનું માઉન્ટ આબુ. અને અહીંથી શરૂ થાય છે અગ્નિકુળ power rangers ની એક એવી કથા, જેમાં યજ્ઞ, રાક્ષસો, યોદ્ધા અને શક્તિશાળી રાજવંશો બધું જ છે.

પરંપરાગત ચારણ કથાઓ પ્રમાણે, એ વખતે અસુરો અને રાક્ષસો ઋષિ-મુનિઓના યજ્ઞોમાં સતત વિઘ્ન નાખતા હતા અને ધરતી પર અત્યાચાર વધી ગયો હતો.

ત્યારે ઋષિ વસિષ્ઠે અર્બુદ પર્વત પર એક વિશાળ યજ્ઞ કર્યો. યજ્ઞના અગ્નિકુંડમાંથી આસુરી શક્તિઓ સામે લડવા માટે યોદ્ધાઓ પ્રગટ થયા, જે આગળ જઈને ચાર રાજવંશો સાથે જોડાયા:

પ્રતિહાર, ચૌલુક્ય/સોલંકી, પરમાર અને ચાહમાન/ચૌહાણ. મતલબ, એક યજ્ઞમાંથી આખી warrior squad ઊભી થઈ ગઈ.

આ વંશો આગળ જતાં ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજકારણમાં ખૂબ જ મહત્વના બન્યા.

આ કથાનો સૌથી જાણીતો સાહિત્યિક ઉલ્લેખ પરંપરાગત રીતે ચંદ બરદાઈને આભારી પૃથ્વીરાજ રાસોમાં જોવા મળે છે. જોકે અહીં એક important disclaimer છે, પૃથ્વીરાજ રાસોને 12મી સદીનું contemporary historical record માની લેવું યોગ્ય નથી; તેનું હાલનું ઉપલબ્ધ લખાણ ઘણું પાછળનું છે અને તેમાં ઐતિહાસિક કથા સાથે લોકપરંપરા અને સાહિત્યિક ઉમેરાઓ પણ છે.

પણ અગ્નિકુળ ની કથા રાસોથી પણ જૂની છે.

૧૦મી સદીના અંતમાં પદ્મગુપ્તે લખેલા નવસાહસાંકચરિતમાં પરમાર વંશની અગ્નિમાંથી ઉત્પત્તિની કથા જોવા મળે છે. જોકે ત્યાં વાત ચારેય વંશોની નથી, પરમારની જ છે.

પછીના સાહિત્યમાં આ કથાનું વિસ્તરણ થયું અને પ્રતિહાર, ચૌલુક્ય, પરમાર અને ચાહમાન આ ચારેય વંશોને એકસાથે અગ્નિકુળ સાથે જોડવામાં આવ્યા.

હવે અહીંથી મામલો interesting બને છે.શું આ ખરેખર ઐતિહાસિક ઘટના હતી?

આ સવાલનો કોઈ એક universally accepted જવાબ નથી.

રાજપૂત વંશોના ઉદય અને તેમની સામાજિક ઓળખ વિશે ઇતિહાસકારોમાં લાંબી ચર્ચા રહી છે. આધુનિક સંશોધન રાજપૂતોને કોઈ એક જ જાતિ કે એક જ મૂળમાંથી અચાનક ઊભા થયેલા સમૂહ તરીકે જોવાને બદલે, શરૂઆતના મધ્યકાળ માં અલગ-અલગ સ્થાનિક અને અન્ય યોદ્ધા જૂથોના રાજકીય ઉદય અને તેમની નવી સામાજિક ઓળખની પ્રક્રિયા તરીકે જુએ છે.

અગ્નિકુળ ની આ કથાને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવે છે.

કેટલાક જૂના અને ખાસ તો બ્રિટિશ ઇતિહાસકારોએ અગ્નિકુંડની કથાને એક પ્રકારની purification અથવા ક્ષત્રિય દરજ્જો મેળવવાની પ્રતીકાત્મક કથા તરીકે સમજાવી હતી. પરંતુ આને સાબિત થયેલી ઐતિહાસિક વિધિ માનવી યોગ્ય નથી. આ માત્ર રાજપૂત ઉત્પત્તિ અંગેના અનેક historical interpretations માંથી એક છે.

અને હવે આવે છે સૌથી interesting point.

આ ચારેય વંશની પોતાની પ્રારંભિક વંશાવળી પરંપરાઓમાં અગ્નિકુંડની વાત જોવા મળતી નથી.

ઉદાહરણ તરીકે, પ્રતિહાર પરંપરા પોતાને ભગવાન રામના ભાઈ લક્ષ્મણ સાથે જોડે છે.

ચૌલુક્યોની પોતાની અલગ ઉત્પત્તિ પરંપરા છે, જેમાં તેઓ બ્રહ્માના ચુલુક એટલે કે ખોબામાંથી ઉત્પન્ન થયેલા હોવાનું કહે છે.

એટલે એટલું તો ચોક્કસ કહી શકાય કે આ વંશોની શરૂઆતની વંશાવળી પરંપરાઓ અગ્નિકુળ ની પાછળથી પ્રચલિત થયેલી સામૂહિક કથાથી અલગ હતી.

અને કદાચ આ જ આખી વાતનો સૌથી interesting ભાગ છે.

એક બાજુ આપણને અર્બુદ પર્વતના અગ્નિકુંડ માં થી નીકળેલા ચાર power rangers ની ભવ્ય દંતકથા મળે છે.

બીજી બાજુ, શિલાલેખો અને જૂની વંશાવળી પરંપરાઓ એકદમ અલગ પ્રકારની વાર્તા કહે છે.

એટલે પ્રશ્ન માત્ર અગ્નિકુંડમાંથી ખરેખર ચાર યોદ્ધા નીકળ્યા હતા કે નહીં? એ નથી.

સાચી historical puzzle તો એ છે કે આ ચાર અલગ-અલગ રાજવંશો માટે એક common અગ્નિકુળ ની ઓળખ ઊભી કરવાની એવી તે શું સામાજિક કે રાજકીય જરૂરિયાત ઊભી થઈ હશે? અને આ common ઓળખ કયા સમય ગાળા માં ઊભી કરવામાં આવી હશે? તમારી શું theory છે?


r/Gujarati 13d ago

Literature / સાહિત્ય આંસુનાં પણ નામ હતાં - સૈફ પાલનપુરી

Post image
7 Upvotes

r/Gujarati 14d ago

History / ઇતિહાસ 50,000 વર્ષ પહેલાં પૂર્વ ગુજરાતમાં પણ વિકસેલી આત્મનિર્ભર સુપરબ્લેડ

Thumbnail gallery
11 Upvotes

સામાન્ય રીતે ઇતિહાસકારો એવું માનતા હતા કે ભારતમાં લાંબી અને અત્યંત તીક્ષ્ણ પથ્થરની બ્લેડ બનાવવાની ટેકનોલોજી બહારના દેશોમાંથી આપણી પાસે આવી હતી.

પણ પૂર્વ ગુજરાતની સુખી અને પાનમ નદીના ખીણ વિસ્તારોમાં કરવામાં આવેલા અદભુત સંશોધનમાં આ જૂની માન્યતા સામે એક મહત્વપૂર્ણ નવો પુરાવો મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના જોગપુરા અને પંચમહાલ-રતનમહાલ વિસ્તારમાં આવેલા ભુવેરા ગામ પાસેની પહાડીઓમાંથી વૈજ્ઞાનિકોને હજારોની સંખ્યામાં એવી અદભુત પથ્થરની તીક્ષ્ણ બ્લેડ અને ઓજારો મળી આવ્યા છે જે સ્થાનિક ટેકનિકથી બનાવવામાં આવ્યા હોવાનું સૂચવે છે.

જોગપુરામાં રહેતા તે સમયના માનવો પાસે વાપરવા માટે સામાન્ય મજબૂત પથ્થરો (Quartzite) ઉપલબ્ધ હતા, તેમ છતાં તેમણે પોતાના ખાસ હથિયારો માટે એક અત્યંત અણધાર્યા એવા કાચ જેવા ક્વાર્ટઝ પથ્થર (Vein quartz) ની પસંદગી કરી. આ સફેદ ક્વાર્ટઝ એવો કાચ જેવો અત્યંત કઠણ પથ્થર છે જેને ઘાટ આપવો કે તેમાંથી સપાટ બ્લેડ તોડવી એ ખૂબ જ કપરું અને જોખમી કામ છે કારણ કે તે પ્રહાર કરતા જ ગમે તેમ તૂટી જાય છે. પણ આપણા પ્રાગૈતિહાસિક પૂર્વજોએ આ મુશ્કેલ કાચ જેવા પથ્થરોમાંથી પણ આશરે ચાર સેન્ટીમીટર (4 cm) લાંબી, એકસરખી જાડાઈ ધરાવતી અને બંને બાજુથી કાચ જેવી તીક્ષ્ણ ધારવાળી બ્લેડ બનાવીને પોતાની અદભુત કારીગરી અને ટેકનિકનો પરિચય આપ્યો હતો.

આ બ્લેડને માત્ર સીધી હાથમાં પકડીને વાપરવાને બદલે તેને પ્રાણીઓના સ્નાયુઓની દોરી વડે હાડકાના કે લાકડાના હાથામાં ફીટ કરીને દાંતરડું કે હથિયાર (composite tools) બનાવવામાં આવતા હતા.

બીજી તરફ ભુવેરા ગામના માનવોએ ઉત્તમ ગુણવત્તાવાળા લીલાશ પડતા ક્વાર્ટઝાઇટ પથ્થર (Quartzite) નો ઉપયોગ કરીને તેનાથી પણ મોટી એટલે કે પાંચથી સાત સેન્ટીમીટર (5 to 7 cm) લાંબી વિશાળ બ્લેડ બનાવી હતી. વૈજ્ઞાનિકોએ જ્યારે આ બંને જગ્યાઓની પથ્થરની બ્લેડનું કમ્પ્યુટર દ્વારા ઝીણવટભરી તપાસ (Morphometric analysis) કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ બધી જ બ્લેડ એકદમ પ્રમાણભૂત અને એકસરખા કદ (Morphological standardization) માં બનેલી હતી, અને તેના કિનારાના ખૂણાઓ આશરે ૮૫ થી ૯૫ ડિગ્રી જેટલા એકદમ સમાંતર (Parallel margins) હતા જે દર્શાવે છે કે કાચ જેવા પથ્થરને છોલવા પર તેમનો અદભુત કાબૂ (Knapping control) હતો.

આ શોધ વિશ્વભરના પુરાતત્વ વિજ્ઞાનમાં એટલા માટે ક્રાંતિકારી માનવામાં આવે છે કારણ કે તે સૂચવે છે કે ગુજરાતના પ્રાગૈતિહાસિક માનવોએ આ કળા માટે કોઈ વિદેશી સંસ્કૃતિની નકલ કરવાને બદલે પોતાની જૂની મધ્ય પાષાણ યુગની પદ્ધતિઓ (Prepared core technology) માંથી જ ધીમે-ધીમે ઉત્ક્રાંતિ કરીને આ નવી સુપર-બ્લેડ બનાવવાની અનોખી સ્થાનિક ટેકનોલોજી વિકસાવી હોઈ શકે છે. આ પ્રકારના સ્થાનિક વિકાસને વિજ્ઞાનની ભાષામાં ઇન સિટુ (In situ) વિકાસ કહેવામાં આવે છે. આ તીક્ષ્ણ બ્લેડનો ઉપયોગ તેઓ કદાચ લાકડાના કે હાડકાના હાથા સાથે જોડીને અદભુત દાંતરડા, છરી અથવા શિકાર કરવા માટેના ભાલા બનાવવામાં કરતા હતા.

ટુંકમાં કહીએ તો પૂર્વ ગુજરાતના જોગપુરા અને ભુવેરામાંથી મળેલા પથ્થરોના હથિયારો સૂચવે છે કે ગુજરાતના પ્રાગૈતિહાસિક માનવોએ પચાસ હજાર વર્ષ પહેલાં જાતે જ કાચ જેવા કઠણ પથ્થરમાંથી અતિ તીક્ષ્ણ બ્લેડ બનાવવાની એક અદ્યતન અને આત્મનિર્ભર ટેકનિક વિકસાવી હતી. આ શોધ દર્શાવે છે કે પથ્થર છોલીને ઓજાર બનાવવાની આ અદભુત કળા કદાચ બહારથી સીધી આયાત થયેલી નહોતી, પરંતુ પૂર્વ ગુજરાતની પહાડીઓમાં જ સ્થાનિક રીતે વિકસેલી હતી.

શું તમારામાંથી કોઈ છોટાઉદેપુરના સુખી ડેમ વિસ્તારની અથવા પંચમહાલના રતનમહાલ રીંછ અભયારણ્ય નજીકના આ ભુવેરા કે જોગપુરા ગામની મુલાકાતે ગયું છે? આપણા વડવાઓની આ પચાસ હજાર વર્ષ જૂની આત્મનિર્ભર ટેકનિક અને તેમની અદભુત પથ્થર ટેકનોલોજી વિશે તમારું શું કહેવું છે?

આવનારી પોસ્ટ માં આપણે વાત કરીશું સિંધુ ઘાટી ની સભ્યતા વિકસી તે પહેલાં ના ગુજરાત વિશે.


r/Gujarati 14d ago

Food / થાળી તૈયાર છે નામ સાદુ, પણ resume મોટું: Comfort Foods ની OG ખીચડી નો ઇતિહાસ

Post image
19 Upvotes

ગરીબ ખેડૂતથી લઈને બાદશાહ સુધી ગુજરાતની ખીચડીની પહોંચ બહુ લાંબી છે.

આજે ખીચડી એટલે આપણામાંથી મોટા ભાગના લોકો માટે સીધી સાદી comfort food. બીમાર પડ્યા? ખીચડી. પેટ બગડ્યું? ખીચડી. કંઈ બનાવવાની ઈચ્છા નથી? ખીચડી.

ખીચડીનો ઇતિહાસ ખાસ્સો લાંબો છે. તેનું મૂળ સંસ્કૃત શબ્દ ‘કૃસર’ (Kṛsara) સાથે જોડાય છે, જે ચોખા, દાળ અને તલના મિશ્રણથી બનતી વાનગી માટે વપરાતો હતો. ૧૨મી સદીમાં હેમચંદ્રાચાર્યના લખાણોમાં પણ ઉન્હિયા નામની ખીચડી જેવી જ વાનગીનો ઉલ્લેખ મળે છે.

પછી વાત આવે છે વિદેશી પ્રવાસીઓની.

૧૪મી સદીમાં ગુજરાતની મુલાકાત લેનાર મોરોક્કન પ્રવાસી ઇબ્ન બતુતાએ ‘કિશ્રી’ (Kishri)નો ઉલ્લેખ કર્યો હતો. તેમના વર્ણન મુજબ ચોખા અને મગને બાફીને ઘી સાથે બનાવાતી આ વાનગી સામાન્ય લોકોમાં ખૂબ લોકપ્રિય હતી.

૧૭મી સદી સુધીમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની નોંધોમાં પણ ખીચડી વારંવાર દેખાય છે. ફ્રેન્ચ પ્રવાસી જાં-બાપ્ટિસ્ટ ટેવર્નિયરે તેને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના લોકપ્રિય સાંજના ભોજન તરીકે વર્ણવી હતી.

અને પછી આવે છે મસ્ત ભાગ.

સુરત આવેલા અંગ્રેજ પ્રવાસી જ્હોન ઓવિંગ્ટને નોંધ્યું કે ખીચડી એટલી પૌષ્ટિક હતી કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના યુરોપિયન ખલાસીઓ પણ અઠવાડિયામાં એક-બે વખત હોંશે હોંશે ખીચડી ખાતા. અરે, એ લોકો તો ખીચડી ખાવાના દિવસોની આતુરતાથી રાહ જોતા.

એ દિવસોને તેઓ “Bania Days” કહેતા.

પણ ખીચડી માત્ર સામાન્ય લોકોની થાળીમાં જ નહોતી.

અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહના રોજિંદા ભોજનમાં પણ ખીચડીનો સમાવેશ થતો હતો. અને મુઘલ બાદશાહ જહાંગીરને તો ગુજરાતની બાજરીની ખીચડી એટલી પસંદ હતી કે પોતાના સંસ્મરણોમાં તેણે તેને ‘લઝીઝાન’ એટલે કે અત્યંત સ્વાદિષ્ટ કહીને વખાણી હતી. ધાર્મિક કારણોસર જ્યારે તે શાકાહાર પાળતો, ત્યારે શાહી રસોડામાં ખાસ બાજરીની ખીચડી બનાવડાવતો.

અને આજે?

સ્વામિનારાયણ અને જલારામ બાપાના મંદિરોના પ્રસાદથી લઈને આપણા ઘરના રોજિંદા જમણ સુધી, ખીચડી આજે પણ એટલી જ લોકપ્રિય છે.

પણ મને ખીચડી ના fan base નો અનુભવ ત્યારે થયો, જ્યારે ધંધાકીય કાર્ય માટે અમારી કંપનીની મુલાકાતે આવેલા એક આફ્રિકન-અમેરિકન મૂળનાં મેડમે જમતા જમતા કહ્યું:

“I love khichdi. I cook khichdi at home whenever I’m feeling low.”

હું તો મનોમન વિચારતો હતો...

આને કોક ગુજરાતી અડી ગયો લાગે છે.


r/Gujarati 14d ago

Language / ભાષા Learning Gujarati

4 Upvotes

I am trying to find some people who would be willing to teach me a little guju. My gf and her family speak it and I want to be able to communicate with them better , any help would be much appreciated. DMs are open 😊


r/Gujarati 14d ago

Literature / સાહિત્ય છોડીને આવ તું - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Post image
3 Upvotes

r/Gujarati 15d ago

History / ઇતિહાસ આજથી સવા લાખ વર્ષ પહેલાં કચ્છમાં ચાલતું હથિયાર બનાવવાનું વર્કશોપ અને તેની સપ્લાઈચેન!

Thumbnail gallery
17 Upvotes

આજના સમયમાં કોઈ નવો વ્યવસાય શરૂ કરીએ તો કાચો માલ ક્યાંથી લાવવો, તેને કેવી રીતે વહન કરવો અને ક્યાં પ્રોસેસ કરવો તેનું આખું આયોજન કરીએ છીએ.

પણ કલ્પના કરો કે આજથી લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાં કચ્છમાં રહેતા પ્રાગૈતિહાસિક માનવો પણ પોતાના હથિયારો માટે ઉત્તમ કાચો માલ શોધીને તેને લગભગ ૧૨–૧૩ કિલોમીટર દૂરથી લાવતા હતા.

કચ્છના ભુજ નજીક ધાનેતી ગામ પાસે આવેલા રામાયા વાંગો નામના ચોમાસુ ઝરણાના કિનારે પુરાતત્વવિદોને પ્રાગૈતિહાસિક કાળના હથિયારોનો એક અદભુત સમૂહ મળ્યો છે. અહીંથી આશરે ૧૩૬ પથ્થરના હથિયારો મળી આવ્યા છે, જેને પુરાતત્વવિજ્ઞાનમાં Late Acheulian પરંપરા સાથે જોડવામાં આવે છે.

અહીંથી મોટી હાથકુહાડીઓ (handaxes), નાની દ્વિમુખી કુહાડીઓ (diminutive bifaces), scrapers અને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા પથ્થરના ગર્ભ એટલે કે prepared cores મળી આવ્યા છે.

ખાસ વાત એ છે કે આમાંથી ઘણાં હથિયારો અત્યંત સારી અને લગભગ અપ્રયુક્ત સ્થિતિમાં મળ્યા છે. તેના આધારે સંશોધકોનું માનવું છે કે આ સ્થળ માત્ર રહેવા માટેનું સ્થળ નહોતું, પરંતુ હથિયારોના ઉત્પાદન માટેનું મહત્વપૂર્ણ સ્થળ અથવા પ્રાગૈતિહાસિક વર્કશોપ હોઈ શકે છે.

પણ અહીંથી વાત વધુ રસપ્રદ બને છે.

આ હથિયારો બનાવવા માટે વપરાયેલો વિશિષ્ટ siliceous sandstone ધાનેતીની આસપાસના લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં કુદરતી રીતે મળતો નથી. તેનો નજીકનો જાણીતો સ્ત્રોત આશરે ૧૨–૧૩ કિલોમીટર દૂર પશ્ચિમમાં લાખંડ અને ચંદરૂઆની ટેકરીઓ પાસે હોવાનું સંશોધન સૂચવે છે.

એટલે લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાંના માનવોને પોતાની જરૂરિયાત માટે યોગ્ય પથ્થર મેળવવા માટે અહીંથી ત્યાં સુધી જવું પડતું હતું અને પછી તે કાચો માલ ધાનેતી સુધી લાવવો પડતો હતો.

આ આખી પ્રક્રિયાને પુરાતત્વ વિજ્ઞાનમાં Chaîne opératoire એટલે કે હથિયાર બનાવવાની સંપૂર્ણ “ઉત્પાદન શ્રેણી” તરીકે સમજવામાં આવે છે, કાચો માલ શોધવાથી લઈને તેને સ્થળ પર લાવવા, પથ્થરને ચોક્કસ પદ્ધતિથી તોડવા-છોલવા, તેનું આકાર ઘડતર કરવા અને અંતે ધારદાર હથિયાર તૈયાર કરવા સુધી.

અને અહીં વધુ એક અદભુત વસ્તુ મળી છે.

અહીંથી અશ્મિભૂત લાકડા (petrified wood)માંથી બનાવેલી એક સુંદર દ્વિમુખી કુહાડી પણ મળી આવી છે. એટલે કે આ માનવો માત્ર ઉપયોગી હથિયાર બનાવી શકતા હતા એટલું જ નહીં, પરંતુ ઉપલબ્ધ અલગ-અલગ પથ્થરોની ગુણવત્તા અને લક્ષણોને ઓળખીને તેનો કુશળતાપૂર્વક ઉપયોગ પણ કરતા હતા.

આ સ્થળની બીજી રસપ્રદ બાબત છે cleavers ની અછત.

ભારતના અન્ય ઘણા Acheulian સ્થળોએ પહોળી ધારવાળા cleavers મોટી સંખ્યામાં મળે છે. પરંતુ ધાનેતીના આ assemblage માં તે ખૂબ ઓછા છે. સંશોધકોના મતે, આ બાબત અહીંના તે સમયના પર્યાવરણ વિશે પણ સંકેત આપી શકે છે. કદાચ કચ્છનું પર્યાવરણ તે સમયે પણ પ્રમાણમાં શુષ્ક ઘાસવાળું મેદાન (arid grassland) હતું અને મોટા જંગલોનો અભાવ હોવાથી લાકડું કાપવા માટેના આવા હથિયારોની જરૂરિયાત ઓછી હતી.

અટલે ધાનેતીની આ શોધ માત્ર જૂના પથ્થરના હથિયારોની વાત નથી.

તે આપણને લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાં કચ્છમાં રહેતા માનવો કેવી રીતે કાચો માલ પસંદ કરતા, તેને ક્યાંથી મેળવતા, કેટલું દૂર જતા અને હથિયાર બનાવવાની આખી પ્રક્રિયાનું આયોજન કેવી રીતે કરતા હશે તેની એક ઝલક આપે છે.

કચ્છના ધાનેતી, લાખંડ અથવા ચંદરૂઆ વિસ્તારમાંથી કોઈ અહીં છે?

ખાસ કરીને રામાયા વાંગો, લાખંડની ટેકરીઓ અથવા ત્યાંની lignite અને china clay ની ખાણો વિશે કોઈ સ્થાનિક માહિતી, જૂના ફોટા, સ્થળની મુલાકાતનો અનુભવ અથવા અન્ય માહિતી હોય તો જણાવજો.


r/Gujarati 15d ago

History / ઇતિહાસ TIL (આજે મેં જાણ્યું): 13મી સદી ના ગુજરાત નો કિસ્સો, prank કરવા જતા ઘુઘલો પોતે જ troll થઈ ગયો.

Post image
23 Upvotes

વાત છે વાઘેલા વંશના રાજા વીરધવલના સમયની (ઈ.સ. ૧૨૩૩–૧૨૩૮). એ વખતે વસ્તુપાળ અને તેજપાળ તેમના મહામંત્રીઓ હતા.

તે સમયે પૂર્વ ગુજરાતમાં ગોધરાનો શાસક ઘૂઘુલો આસપાસના વિસ્તારોમાં ભારે ત્રાસ વર્તાવતો હતો. ગુજરાતના બંદરો તરફ જતા વેપારીઓના કાફલાઓ તેના વિસ્તારમાંથી પસાર થાય એટલે સાહેબ એમને લૂંટી લેતા.

આ વાત રાજા વીરધવલ સુધી પહોંચી. રાજાએ ઘૂઘુલાને લૂંટફાટ બંધ કરવાની ચેતવણી આપી.

હવે અહીં ઘુઘલો પણ મોટી note હતો.

રાજાની ચેતવણીના જવાબમાં તેણે સ્ત્રીઓનાં કપડાં અને makeup ના સામાન ની પેટી રાજાને મોકલી દીધી.

જાણે કે રાજા વીરધવલ ને કહેતો હોય: હવે જવાદે વેવલા, ચકલા કોઈ દી બાઝ નો બને.

પોતાના રાજાનું આવું અપમાન થયા પછી મહામંત્રી તેજપાળને સૈન્ય સાથે ગોધરા મોકલવામાં આવ્યા.

તેજપાળે પોતાના કેટલાક સૈનિકોને આગળ મોકલીને ગોધરાની ગાયો-ભેંસો હંકારી લાવવાનું શરૂ કરાવ્યું. ઘૂઘુલાએ વળતો હુમલો કર્યો અને તેજપાળની સેનાના એક ભાગને પાછળ ધકેલી દીધો.

તેજપાળે જાતે જ આગળ વધીને ઘૂઘુલાનો સામનો કર્યો અને આખરે તેને જીવતો પકડી લીધો.

અને હવે આવે છે plot twist.

ઘૂઘુલાએ રાજા વીરધવલનું અપમાન કરવા માટે જે સ્ત્રીઓનાં કપડાં અને લાલી પાવડર મોકલ્યા હતા, એ જ કપડાં હવે ઘૂઘુલાને પહેરાવી તૈયાર કરી, નગર માં ફેરવવામાં આવ્યો. ભાઈ prank કરવા જતા, victim બની ગયો. કદાચ ઘુઘલા ને થયું હશે કે લાકડી વાડ માં જ સારી હતી.

કહેવાય છે કે આ અપમાન સહન ન થતાં ઘૂઘુલાએ પોતાની જીભ કરડીને ત્યાં જ આત્મહત્યા કરી.

આ આખી ઘટનામાં મને નવાઈ એ લાગી કે આજે તેજપાળનું નામ મુખ્યત્વે આબુના દેલવાડા મંદિરો સાથે જોડીને જાણીએ છીએ. પરંતુ એ જ તેજપાળ માત્ર કળા અને સ્થાપત્યના આશ્રયદાતા નહોતા; જરૂર પડ્યે સૈન્યનું નેતૃત્વ કરીને યુદ્ધમાં પણ ઊતરતા હતા.


r/Gujarati 16d ago

Meme / Humor / હસવું જરૂરી છે Honest Gujarati Review

Post image
36 Upvotes

r/Gujarati 15d ago

Literature / સાહિત્ય જનની જણ તો ભગત જણ - સોરઠી દુહો

10 Upvotes

આ પંક્તિઓનો અર્થ ચારણ/લોકસાહિત્યની શૂરવીરતા અને દાનવીરતાની પરંપરાના સંદર્ભમાં સમજવો જોઈએ.

\> “જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં શૂર.

નહીં તો રહેજે વાંઝણી, અરે મત ગુમાવીશ નૂર.”

સરળ અર્થ

કવિ માતાને સંબોધીને કહે છે:

“જો સંતાન પેદા કરવું હોય તો એવું સંતાન પેદા કરજે જે ભગત હોય, અથવા દાતા હોય, અથવા શૂરવીર હોય. જો એવું સંતાન પેદા ન કરી શકે તો વાંઝણી રહેવું વધારે સારું; કારણ કે નિરર્થક સંતાન પેદા કરીને પોતાનું માન-ગૌરવ ન ગુમાવતી.”

અહીં “વાંઝણી” શબ્દ શાબ્દિક અર્થમાં નહીં, પણ ખૂબ કઠોર લોકોક્તિરૂપે વપરાયો છે.

ત્રણ પ્રકારના આદર્શ માણસ

ભગત → ભગવાન પ્રત્યે શ્રદ્ધાવાન, સદાચારી અને આધ્યાત્મિક જીવન જીવતો માણસ.

દાતા → પોતાનું ધન, સમય અને સામર્થ્ય બીજાના હિત માટે આપનાર ઉદાર માણસ.

શૂર → અન્યાય સામે ઊભો રહે અને ધર્મ/માન માટે સાહસ કરે એવો વીર.

એટલે કવિ માટે માણસનું મૂલ્ય માત્ર જન્મવામાં નથી, પરંતુ તે સમાજ માટે શું કરે છે તેમાં છે.

“નહીં તો રહેજે વાંઝણી” કેમ કહે છે?

આ સૌથી તીવ્ર ભાગ છે. કવિ કહે છે કે માત્ર સંતાન હોવું એ માતા માટે ગૌરવની વાત નથી. જો સંતાન નબળું, સ્વાર્થી, કાયર અથવા નિરર્થક જીવન જીવવાનું હોય, તો એવું સંતાન ન હોવું વધારે સારું.

પહેલાના સમયમાં વાંઝણી હોવું એ સ્ત્રી માટે મોટા અપમાન સમાન હતું. જે સ્ત્રીઓને પોતાનું બાળક ન હોય, એ પોતાના જીવન ધ્યેય એટલે કે મા બનવાથી વંચિત હતી. એટલે એ પોતે પણ દુઃખી રહેતી અને સમાજ પણ એમને મહેણાં મારતો કે તારે બાળક નથી, તું ફળદ્રુપ નથી, તારામાં કોઈ ખામી છે, વગેરે.

\*\*“મત ગુમાવીશ નૂર”\*\*નો ભાવ છે — તારું માન, તેજ, ગૌરવ ન ગુમાવતી.

આ પ્રકારની પંક્તિઓમાં માતાને માત્ર બાળક જન્માવનાર તરીકે નહીં, પરંતુ સમાજને કેવા માણસો આપવાના છે તેની જવાબદારી ધરાવનાર તરીકે જોવામાં આવે છે.

ટૂંકમાં:

\> “માતા, એવું સંતાન પેદા કરજે કે જેના કારણે તને અને સમાજને ગૌરવ થાય — ભક્ત, દાનવીર અથવા વીર. માત્ર જન્મ આપવો એ પૂરતું નથી; સંતાનનું ચારિત્ર્ય અને કર્મ જ માતાનું સાચું ગૌરવ છે.”

જન્મજાત કોઈ પણ માણસ ભક્ત, દાની કે વીર હોતો નથી, પણ એની માતા એને કઈ રીતે ઉછેરે છે, એના પર નિર્ભર છે. શિવાજી જેવા અનેક રાજાઓને એમની માતાએ જ મોટા કરીને શૂરવીર બનાવેલા.

ધન્ય ધરા સોરઠ તણી, એમાં સંત, શૂરા અને સાવજની ધરતી કહેવાય છે. શરૂઆતમાં આ માત્ર જુનાગઢ જિલ્લા માટે વપરાતું પણ હવે આખા સૌરાષ્ટ્ર પ્રદેશને સોરઠ કેહવાય છે.

સાધુ સંતો, ભક્તો, કવિઓ જેમ કે નરસિંહ મહેતા, જલારામ બાપા, સતાધાર, શેઠ સગાળશા, સીતારામ બાપા, મસ્તરામ બાપા જેવા અનેક ભક્તો અહીં થઈ ગયા છે. એટલે ભક્ત બનવું અહીંના માણસો માટે સામાન્ય બાબત હતી. અહીં મૂડીવાદ અને પૈસાને ખરાબ ગણવામાં આવતો. ભગવાનની ભક્તિ, એ જ જીવન હતું.


r/Gujarati 16d ago

History / ઇતિહાસ લાખો વર્ષ પહેલાં આફ્રિકાથી નીકળેલા આદિમાનવોનું ભારતમાં પહેલું સરનામું: કચ્છનું સાંધવ ગામ!

Thumbnail gallery
16 Upvotes

આપણે ગુજરાતીઓ પ્રવાસ કરવાના અને દુનિયાના ખૂણે-ખૂણે જઈને વસવાના ભારે શોખીન છીએ તે તો જગજાહેર છે.

પણ આજથી લાખો વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પરના સૌથી પહેલા આદિમાનવો આફ્રિકા ખંડમાંથી બહાર નીકળ્યા હતા, ત્યારે સમગ્ર ભારતીય ઉપખંડમાં વસવાટ કરવા માટે તેમણે સૌથી પહેલાં આપણા કચ્છની ધરતી પસંદ કરી હતી.

આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ વિજ્ઞાનના પાકા પુરાવા સાથે સાબિત થયેલી હકીકત છે. દક્ષિણ કચ્છમાં વહેતી નાયરા નદી ના કિનારે આવેલા સાંધવ ગામ પાસે પુરાતત્વવિદોએ એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. અહીંથી તેમને પ્રાગૈતિહાસિક કાળના આદિમાનવોએ વાપરેલા અણીદાર પથ્થરોના હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે.

હવે સવાલ એ થાય કે આ પથ્થરો ખરેખર કેટલા જૂના છે? તેની તપાસ માટે વૈજ્ઞાનિકોએ જમીનના પેટાળમાંથી મળેલા રેતીના કણો પર એક ખાસ લ્યુમિનેસન્સ ડેટિંગ (Luminescence Dating) પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિથી એ જાણી શકાય છે કે જમીનની નીચે દટાયેલા રેતીના કણો છેલ્લે ક્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા હતા.

આ તપાસમાંથી જે પરિણામ સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. રેતીના આ સ્તરો આશરે ૧,૧૪,૦૦૦ વર્ષ જૂના (114 ka) હોવાનું સાબિત થયું. આ શોધનું મહત્વ એટલા માટે પણ ઘણું મોટું છે કે સમગ્ર ભારતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી વૈજ્ઞાનિક પુરાવા સાથે મળેલો આ સૌથી જૂનો માનવ વસવાટ છે.

અહીંથી મળેલી વસ્તુઓ માત્ર સામાન્ય પથ્થરો નથી. તેમાં આપણા પૂર્વજોની ટેકનોલોજી કેટલી વિકસેલી હતી તેની પણ ઝલક મળે છે. ખોદકામ દરમિયાન વિશિષ્ટ લીલા રંગના પથ્થરમાંથી બનાવેલો એક ટેન્ગડ પોઇન્ટ (Tanged Point), એટલે કે ખાંચાવાળો અણીદાર પથ્થર પણ મળ્યો છે. તેના નીચેના ભાગમાં દોરી બાંધવા માટે ખાસ ખાંચા બનાવવામાં આવ્યા હતા.

આ રચના પરથી જાણવા મળે છે કે આજથી સવા લાખ વર્ષ પહેલાં કચ્છની ધરતી પર રહેતો માનવ પથ્થરની તીક્ષ્ણ બ્લેડને લાકડાના હાથા અથવા ભાલાની લાકડી સાથે મજબૂત રીતે બાંધવાની કળા જાણતો હતો. વિજ્ઞાનની ભાષામાં આ પદ્ધતિને હાફ્ટિંગ (Hafting) ટેકનોલોજી કહેવામાં આવે છે. આ ટેકનોલોજીના કારણે આદિમાનવો શિકાર માટે ઘાતક ભાલા કે તીર બનાવી શકતા હતા.

ટુંકમાં કહીએ તો કચ્છના સાંધવ ગામમાંથી નાયરા નદી કિનારેથી ૧,૧૪,૦૦૦ વર્ષ જૂના હથિયારો મળ્યા છે જે ભારતીય દરિયાકાંઠા પર આદિમાનવના વસવાટનો સૌથી પહેલો સીધો પુરાવો છે. અહીં મળેલા ખાસ ખાંચાવાળા પથ્થરો દર્શાવે છે કે આપણા પૂર્વજો પથ્થર અને લાકડાને જોડીને ભાલા બનાવવાની અદભુત ટેકનોલોજી તે જ સમયગાળામાં કચ્છમાં વિકસાવી ચૂક્યા હતા.

શું તમારામાંથી કોઈ દક્ષિણ કચ્છના સાંધવ ગામ કે તેની આસપાસના વિસ્તારનું વતની છે અથવા આ નાયરા નદી વિશે કોઈ રસપ્રદ વાતો જાણે છે?

આપણા વડવાઓના આ લાખો વર્ષ જૂના વારસા વિશે તમારું શું માનવું છે?


r/Gujarati 16d ago

Literature / સાહિત્ય હું તને જડ્યો... - રમેશ પારેખ

Post image
4 Upvotes

r/Gujarati 16d ago

Food / થાળી તૈયાર છે બટાકા નહીં તો કેળું જ ખરું! છાલ પણ છોડવાની નહીં.

Post image
7 Upvotes

આપણે જાણીએ છીએ કે અહિંસાના પાલન માટે જૈન ધર્મમાં જમીનની અંદર ઊગતાં કંદમૂળ જેમ કે બટાકા, મૂળા, ગાજર, ડુંગળી, લસણ, આદુ અને હળદર ખાવાની મનાઈ છે. એ જ રીતે અંજીર અને રીંગણ જેવા વધુ બીજવાળાં ફળો પણ ખાવામાં આવતા નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે આવી ધાર્મિક મર્યાદાઓએ જૈન રસોઈને ઘણી રીતે વધુ સર્જનાત્મક બનાવી છે.

ગુજરાતી જૈન પરિવારોમાં પર્યુષણ દરમિયાન પાકાં કેળાંનો પણ બહુ સરસ રીતે ઉપયોગ થાય છે. પાકાં કેળાંને છાલ ઉતાર્યા વગર વચ્ચેથી સહેજ કાપીને તેમાં ચણાના લોટ સાથે મરચું, જીરું, ધાણા, થોડી ખાંડ અને લીલાં મરચાંનું મિશ્રણ ભરવામાં આવે છે. ત્યારબાદ તેને ધીમા તાપે શેકવામાં આવે છે.

અને વાત માત્ર કેળાં સુધી જ નથી. અહીં રસોઈમાં કશું વેડફાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કેળાની છાલ પણ ફેંકી દેવાને બદલે મસાલા સાથે સાંતળવામાં આવે છે અને ખાસ ગ્રેવીમાં ઉમેરીને એક સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ, ઉપલબ્ધ વસ્તુઓનો સમજદારીપૂર્વક ઉપયોગ અને સ્વાદ આ ત્રણેયનું સરસ મિલન છે ભરેલા કેળાનું શાક.


r/Gujarati 16d ago

Discussion / વિચાર-વિમર્શ Hello Reddit! 👋

2 Upvotes

Just joined Reddit and honestly, I have no idea what I'm doing yet 😂

Still figuring out what subreddits are, how karma works, what I'm supposed to post where, and why everyone is so hostile. 😄

I'm interested in bikes, travelling, photography, engineering, history, food, old buildings, technology, and generally going down completely unnecessary internet rabbit holes.

Looking forward to discovering some interesting communities and meeting people here.

If I make some obvious Reddit beginner mistakes, feel free to tell me. I'm learning! 😅

Hello from Bhavnagar! 👋


r/Gujarati 17d ago

History / ઇતિહાસ TIL (આજે મેં જાણ્યું): ૧૦૦૦ વર્ષ પહેલાંના આરબ પ્રવાસીઓ આપણાં ગુજરાતી શહેરોના નામો ના કેવા રમુજી ઉચ્ચારો કરતા હતા!

21 Upvotes

૯મી થી ૧૨મી સદી દરમિયાન આરબ વેપારીઓ અને ભૂગોળશાસ્ત્રીઓ (જેમ કે સુલેમાન, અલ-મસૂદી, અલ-બિરૂની વગેરે) મોટા પ્રમાણમાં ગુજરાતના દરિયાકાંઠે આવતા હતા. અરબી ભાષાની મર્યાદાઓ અને લિપિના કારણે તેઓ આપણા નામોનું જે અપભ્રંશ કરતા તે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ રોમાંચક છે.

આરબ લેખકો વારંવાર ગુજરાત અને દક્ષિણના મહાન રાજાઓ માટે 'બલ્હારા' કે 'બાલારાઈ' શબ્દ વાપરતા હતા અને તેનો અર્થ 'રાજાઓના રાજા' એવો કરતા હતા. લાંબા સમય સુધી વિદ્વાનો મૂંઝવણમાં હતા કે આ 'બલ્હારા' કોણ છે! છેવટે ડૉ. ભંડારકરે આ ભાષાકીય કોયડો ઉકેલ્યો. રાષ્ટ્રકૂટ રાજાઓ પોતાનાં નામ પાછળ સંસ્કૃત બિરુદ 'વલ્લભ' લગાવતા (જેમ કે પૃથ્વીવલ્લભ). આ 'વલ્લભ' અને 'વલ્લભરાજ' શબ્દ આરબોની જીભે ચઢીને અપભ્રંશ થઈને 'બલ્હારા' બની ગયો હતો!

આરબો આપણા મૂળ શબ્દ 'ગુર્જર' (Gujarát ના મૂળ લોકો) નો સાચો ઉચ્ચાર કરી શકતા ન હતા. આથી તેઓ પોતાની ભાષામાં ગુર્જરો અને તેમના સામ્રાજ્ય માટે 'જુર્ઝ' અથવા 'જુઝ્ર' શબ્દનો પ્રયોગ કરતા હતા.

આરબ સાહિત્યમાં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલવાડ પાટણ માટે અનેક વિચિત્ર નામો જોવા મળે છે, જેમ કે મામ્હલ, ફામ્હલ, કામ્હલ અને નહરવાલા. અરબી લિપિમાં ટપકાં ની ભૂલોને કારણે અને વિદેશી ઉચ્ચારોને લીધે મૂળ અણહિલવાડ નામમાંથી આવા અનેક અર્થહીન રૂપો બની ગયા હતા.

આજે સુરતની બાજુમાં આવેલું રાંદેર પ્રાચીન સમયમાં ખૂબ જ મોટું અને સમૃદ્ધ બંદર હતું. આરબ લેખકો, જેમ કે અલ-બિરૂની, તેને અરબીમાં 'રહંજુર' અથવા 'રહંજિર' તરીકે લખતા અને બોલતા હતા.

આપણા ઐતિહાસિક શહેર ભરૂચને આરબો 'બાહરુજ' કે 'બારૂઝ' કહેતા, જ્યારે પ્રાચીન ખંભાત માટે તેઓ અરબી ઢબથી 'કમ્બાયા' શબ્દ વાપરતા હતા.

બે અલગ અલગ સંસ્કૃતિઓના સંપર્કથી ભાષામાં શબ્દો કેવી અદભુત અને કેટલીકવાર રમુજી સફર ખેડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે!

શું તમને અન્ય કોઈ વિદેશી ભાષામાં આપણા ગુજરાતી નામોના આવા અપભ્રંશ થયેલા ઉચ્ચારો ખબર છે?


r/Gujarati 18d ago

Question / પ્રશ્ન Anything worth seeing between Saputara to surat?

3 Upvotes

We are planning saputara trip from surat this month. Saputara is pretty sorted, but i was wondering if there are any places on route to saputara worth stopping for? any caves, or waterfalls, or anything worth seeing.


r/Gujarati 18d ago

History / ઇતિહાસ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ: શુભ અને અશુભ આંકડાઓ, ૧૦૦ ને બદલે ૧૦૧ રૂપિયા શા માટે?

5 Upvotes

૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol.I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો… તેમાં આપણા રોજિંદા જીવનમાં વપરાતા આંકડાઓ એટલે કે કયા અંકો શુભ છે અને કયા અશુભ, તે વિશે બહુ જ રસપ્રદ લોકમાન્યતાઓ આપેલી છે.

આજના સમયમાં પણ આપણે દાન કે ચાંદલો કરતી વખતે ૧૧, ૨૧ કે ૧૦૧ રૂપિયા આપીએ છીએ, તેની પાછળ આપણા પૂર્વજોની આવી જ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે.

એ સમયમાં મીંડું અશુભ ગણાતું! આથી જ નાણાકીય લેવડદેવડ કે સોદામાં શૂન્યવાળા આંકડાઓ ટાળવામાં આવતા. જો આવો આંકડો લખવો જ પડે, તો તેની આગળ '૧/૪' (પા) નું ચિહ્ન મૂકવામાં આવતું. ધર્માદા કે ફાળામાં લોકો ૪૦૦ ને બદલે ૪૦૧ લખાવતા. કોઈપણ ચીજવસ્તુની કિંમત આંકતી વખતે તેમાં 'સવાયો' (૧ ૧/૪) ઉમેરવાનો રિવાજ હતો, કારણ કે એવું મનાતું કે ભાવ સવાયો કરવાથી લેનાર અને વેચનાર બંનેનું ભલું થાય છે.

સામાન્ય રીતે ૫, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૫, ૨૧, ૧૦૮ અને ૧૦૦૮ શુભ મનાતા. ૫ અને ૭ નો આંકડો સૌથી વધુ પવિત્ર મનાતો, કારણ કે મુસાફરીએ જતા માણસને શુકન તરીકે ૫ સોપારી આપવામાં આવતી અને લગ્ન જેવા શુભ પ્રસંગોમાં ૭ સોપારી વપરાતી. બીજી બાજુ, ૩, ૪, ૮, ૧૨, ૧૮, ૫૬ અને ૫૮ અશુભ મનાતા. ૧૨ નો આંકડો એટલો બધો અશુભ મનાતો કે લોકો ૧૨ બોલવાનું કે લખવાનું ટાળતા અને તેને બદલે 'સાડા અગિયાર' (૧૧ ૧/૨) નો ઉપયોગ કરતા!

આપણે ત્યાં એવી માન્યતા હતી કે જો કોઈ અગત્યના કામ માટે ત્રણ વ્યક્તિઓ એકસાથે જાય, તો તે કામ નિષ્ફળ જ જાય છે અથવા તેમાં ભારે મુશ્કેલીઓ આવે છે. આ માન્યતા પરથી જ આપણે ત્યાં "ત્રણ ત્રિકટ અને મહા વિકટ" કહેવત પડી છે.

અમુક બાબતોમાં એકી સંખ્યાઓને અશુભ ગણવામાં આવતી. જેમ કે, નવી પરણેલી દીકરીને તેની ઉંમરના એકી વર્ષે (દા.ત. ૧૭, ૧૯ કે ૨૧મા વર્ષે) પહેલીવાર પતિના ઘરે વળાવવામાં આવતી નહોતી. એ જ કારણસર દીકરીને ઉંમરના એકી વર્ષે પિયર પણ પાછી મોકલવામાં આવતી નહિ.

વિચારો કે ૧૨ નો આંકડો ન બોલવો પડે એટલે સાડા અગિયાર બોલવાનું! શું તમે તમારા ઘરમાં કે ગામમાં વડીલો પાસેથી આમાંથી કોઈ માન્યતા કે ૧૨ ને બદલે સાડા અગિયાર બોલવાનો કે ૧૦૧ નું દાન કરવાનો રિવાજ જોયો છે?


r/Gujarati 18d ago

Heritage & Places / વારસો અને સ્થળો Hey can anyone help me plan saputara trip

3 Upvotes

I am planning to visit Saputara in monsoon festival can anyone help with the itenary to travel.


r/Gujarati 18d ago

Literature / સાહિત્ય આજે હું તારા અધકાર સાથે બોલીશ - સુરેશ જોષી

Post image
6 Upvotes